” મારા ઉપર આખા જગત નો અધિકાર છે,મારો અધિકાર કેવલ મારા રામ પર છે ” – પ્રફુલભાઈ શુકલ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારાના સીનીયર સીટીઝન હોલમા ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલ ની 810 મી રામકથા ને આજે ભાવવાહી વાતાવરણ માં વિરામ આપવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે મારા ઉપર આખા જગતનો અધિકાર છે, મારો અધિકાર કેવલ મારા રામ પર છે. ભગવાનની કથાનું આયોજન ભાગ્યશાળીઓ જ કરી શકે છે. સંસ્કારી નગરી વ્યારાના લોકોનો પ્રેમ, ભાવ કાયમ યાદ રહી જશે. એવી યાદગાર કથા ને વિરામ આપી રહ્યો છું. સ્વ.જનકભાઈ શાહ અને કોરોના મૃતકોને રામકથા અર્પણ કરવામાં આવી હતી. વડીલ હસમુખભાઈ ભાવસાર, મુખ્ય યજમાન સીમાબેન રાજીવભાઈ શાહ, ડાહ્યાભાઈ પટેલ, ધર્મેશભાઈ શાહ, દિનેશભાઇ રાણા , વીણાબેન મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ સોની, ઢીમ્મર સાહેબ,જ્યોત્સનાબેન ટેલર સહિત રામ કથા સેવા સમિતિ ને ધન્યવાદ અપાયા હતા. વ્યારા માથી વિદાય લેનાર કથાકાર પ્રફુલભાઈ શુકલ ને હજારો લોકો એ સજળ નેત્રે વિદાય આપી હતી.વ્યારા મા યોજાયેલી રામકથા થી સમગ્ર પંથક મા રામમય વાતાવરણ બની ગયું હતું. બાપુના ઉતારા ઉપર હવનમા આદિવાસી સમાજના અગ્રણી પૂર્વ સાંસદ અમરસિંહભાઈ ઝેડ.ચૌધરી, તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ ચૌધરી અને નંદુબેન ચૌધરી પધાર્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *