વધઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “ક્લાઇમેટને સ્થિતિસ્થાપક કરવા માટે  ટેકનોલોજી અને પદ્ધતિઓના મોટા પાયે પ્રસાર માટે સામૂહિક જાગૃતિ અભિયાન”ની ઉજવણી કરાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  વધઈ નગર નાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ (ડાંગ) દ્વારા “ક્લાઇમેટને સ્થિતિસ્થાપક કરવા માટે  ટેકનોલોજી અને પદ્ધતિઓના મોટા પાયે પ્રસાર માટે સામૂહિક જાગૃતિ અભિયાન”ની ઉજવણી કરવામાં આવી

દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લા નાં વધઈ નગર નાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં “ભારત કા અમૃત મહોત્સવ” અંતર્ગત  ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ પ્રધાનમંત્રી સાથે ખેડૂત ભાઈઓનો ક્લાઇમેટને સ્થિતિસ્થાપક કરવા માટે  ટેકનોલોજી અને પદ્ધતિઓનો ખેતીમાં ઉપયોગ વિશે પરસ્પર ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વઘઇ નાયબ મામલતદાર શ્રીમતી કિંજલબેન પંડયા, કૃષિ મહાવિધ્યાલય, વઘઇ આચાર્યશ્રી ડો. એ. પી. પટેલ અને કૃષિ પોલિટેકનિક, વઘઇ આચાર્યશ્રી ડો. મહાવીર ચૌધરી ઉપસ્થિત રહીને હવામાન આધારિત નવી જાતો અને ટેક્નોલોજી ખેડૂત અપનાવે તે માટે ખેડૂત ભાઈઓને ભાવ ભર્યો આગ્રહ કર્યો હતો. કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી દ્વારા કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ સૂચન પ્રમાણે ખેતી કરવાનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં કે. વી. કે. વઘઇના દરેક વૈજ્ઞાનિકો દ્વારા ખેતીને લગતા પ્રશ્નો જેવા કે ડાંગરમાં ગાભમારાની ઇયળ, જમીન ચકાસણી, ગાયોના શરીર પર ફોડલી થઈ જવી, રીંગણ, મરચાં અને ટામેટાંનું ધરૂઉછેર, પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના જેવા અનેક પ્રશ્નોનોના ઉપાયો બતાવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનીક અને વડા ડો. જી. જી. ચૌહાણ દ્વારા પાક અવશેષોનું રિસાયકલિંગ કરી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધવાથી તથા આવરણ પધ્ધતિથી ખેતી કરવાથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન ઘટાડીને વાતાવરણને શુધ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઓનલાઇનના માધ્યમથી શ્રી નરેન્દ્રસિંઘ તોમર (કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી) શ્રી ભૂપેશ બાઘેલ (ચીફ મિનિસ્ટર છત્તીસગઢ) તથા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૩૫ નવી જાતોને બહાલી આપી હતી તથા ૪ યુનિવર્સિટીને ગ્રીન કેમ્પસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનો મહત્વનો ફાળો રહ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other