તાપી : જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે શિવમંદિરમાં તોડફોડ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે શિવમંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. પાનવાડીમા આવેલા મહાસિદ્ધ કાલેશ્વર મંદિરમાં તોડફોડને પગલે શિવભક્તોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ગત રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ઇસમે મંદિરમાં રાખેલ સામગ્રી વેરવિખેર કરી તોડફોડ કરી હતી. વ્યારા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે.