ડાંગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ગેરરીતિ થતાં દિવ્યાંગ મહિલા કલેક્ટર નાં શરણે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જિલ્લાનાં મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ એક દિવ્યાંગ મહિલાને છેલ્લાં 3 વર્ષ થી પ્રધાનમંત્રી આવાસ યોજનાં ન મળતાં તેમજ આ યોજના માં ભ્રષ્ટાચાર જણાતા મહિલાએ કલેક્ટર ને લેખિત રજુઆત કરી યોગ્ય ન્યાય ની માંગણી કરી છે.
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયત માં છેલ્લા 3 વર્ષથી દિવ્યાંગ મહિલા પ્રધાનમંત્રી આવસ યોજનાં માટે પોતાની રજુઆત કરી રહી છે પરંતુ આજદિન સુધી આ મહિલાને યોજનાનો લાભ મળ્યો નથી તેમજ લાભ આપવા બાબતે ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ જણાતા મહિલાએ કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી યોગ્ય ન્યાય ની માંગણી કરી હતી. રોશનબેન જુમ્માભાઈ વાનીનાં જણાવ્યા અનુસાર ગ્રામ જનોના સર્વ સંમતિ થી તેમનું નામ આવાસ યોજના માં લખવામાં આવ્યું હતું પરંતુ યાદીમાં તેઓનું નામ ન હોવાથી તેઓએ જિલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરી જે બાદ આવાસ પલ્સ એપ્સ સર્વે નંબર 193 માં તેઓનું નામ હોવાથી તેઓ તલાટી કમ મંત્રી જોડે ગયાં હતાં જ્યાં દિવ્યાંગ મહિલા જોડે રૂપિયા 3000 હજારની માંગણી કરવામાં આવી હતી. મહિલાએ રૂપિયા આપી ન શકવાના કારણે તેનું નામ કમી કરવામાં આવ્યું હતું જેની જગ્યાએ અન્ય લાભાર્થી ને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે સરપંચ નાં તથા ઉપ સરપંચ નાં માનીતાઓને જ આવાસ યોજનાં આપવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોને યોજનાનો લાભ આપવામાં આવતો નથી જે અંગે દિવ્યાંગ તેમજ ત્યકતા મહિલાએ ન્યાય ની માંગણી સાથે કલેક્ટર ને રજુઆત કરી હતી.