પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ અને સેવા સમર્પણ અભિયાન અંતર્ગત ડાંગ ભાજપ દ્વારા સાપુતારા ખાતે વૃક્ષારોપણ, સફાઈ અભિયાન હાથ ધરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ અને સેવા સમર્પણ અભિયાન અંતર્ગત સાપુતારા સર્પગંગા તળાવના મધ્યમાં આવેલ ડોમ પર પક્ષીઓને આશ્રય મળી રહે તેવા ઉમદા હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ, સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપ ડાંગના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા સમગ્ર સાપુતારા પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરી ગિરિમથક ની સુંદરતામાં પીછું ઉમેર્યું હતું. સર્પગંગા તળાવના મધ્યમાં આવેલ માટીના ડોમ ઉપર પક્ષીઓના આશ્રય સ્થાન માટે વૃક્ષારોપણ ની કામગીરી હાથ ધરી સાપુતારા ને વધુ હરિયાળું બનાવવા પહેલ કરી હતી. આ કાર્યક્રમ માં સામગહાન જિલ્લા પંચાયત સીટ ના જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાંવીત,તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત,તાલુકા સદસ્ય અર્જુનભાઈ ગવળી, ગોટિયામાળ સરપંચ રાજુભાઇ ભોયે,માજી તાલુકા પ્રમુખ હીરાભાઈ રાઉત,દિનેશભાઇ ભોયે,સુનિલભાઈ ભોયે,ગોપાલભાઈ બંગાળ,ઉમેશભાઈ મહાલે,દિલીપભાઈ પવાર,મહિલા મોરચા મહામંત્રી ઉષાબેન જાદવ,મીડિયા સેલ કન્વીનર પાંડુભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો.માજી મંડળ પ્રમુખ હીરાભાઈ રાઉતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન ચરિત્ર અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું.