તાપી જિલ્લામાં પરવાનગી વગર ચુંટણી પ્રચાર માટે વાહનોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  ૨૪: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડીને રાજકીય પક્ષો કે ઉમેદવારો માટે વાહનમાં પરવાનગી વગર લાઉડસ્પીકરનો ઉપયોગ કરી ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં આયોજિત તમામ મતવિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારો કે કાર્યકરો પોતાના પક્ષના ચુંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જિલ્લા/તાલુકા પંચાયત મત વિસ્તારના ચુંટણી અધિકારી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી મેળવ્યા સિવાય વાહનો કે લાઉડ સ્પીકરનો ઉપયોગ ચુંટણી પ્રચાર માટે કરી શકશે નહી. પરવાનગી મળી હોય તો વાહનની વિન્ડ સ્ક્રીન ઉપર સ્પષ્ટ દેખાય તે રીતે પરમીટ લગાવવાની રહેશે. આ જાહેરનામું તા. ૦૬-૧૦-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *