તાપી : મતદાન વિસ્તાારમાં મોબાઇલ ફોનના ઉપયોગ તથા વાંધાજનક મેસેજીસ/એસ.એમ.એસ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા. ૨૩: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડીને શાસક પક્ષ, રાજકિય પક્ષો કે ઉમેદવારો માટે કેટલાક કૃત્યોં ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
જે મુજબ મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારરમાં વાયરલેસ સેટ તેમજ કોઇ પણ વ્યક્તિ દ્વારા સેલ્યુલર/મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન સાથે રાખવા કે તેના ઉપયોગ કરવા તથા કોઇ પણ પ્રકારના વાંધાજનક મેસેજીસ/એસ.એમ.એસ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ જાહેરનામું તા.૦૫-૧૦-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦