હોમિયોપેથીક મેડીકલ કોલેજ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” “AYUSH WEEK ”ની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા માં આયુષ મંત્રાલય , ( ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા ) દ્વારા નેશનલ કમીશન ફોર હોમિયોપેથી , નવી દિલ્હી ના માર્ગદર્શન હેઠળ આઝાદીના ૭૫ માં વર્ષ નિમિત્તે “ આઝાદી કા અમૃત મહોત્સવ ” “ AYUSH WEEK ” ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં તાપી જિલ્લાની અલગ – અલગ ૧૦ શાળાઓમાં જઈને કોલેજના ટીચીંગસ્ટાફ દ્વારા આયુષ શુ છે ? અને હોમિયોપેથી શુ છે ? તેમજ હોમિયોપેથીક દવા અને સારવાર અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેના માર્ગદર્શન આપ્યું હતું તેમજ કૌવિડ ૧૯ પ્રતિરોધક દવા “ આરસેનીક આલ્બમ ૩૦ ” નું ૩000 થી ૩૫૦૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોલેજ ડૉકટર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વ્યારા તેમજ આસપાસ ના અલગ – અલગ ગામોમાં જઈને “ હોમિયોપેથી આપના દ્વારે ” કાર્યક્રમ હેઠળ “ અરનિકા ૩૦ ” “ ઈજા માટેની પ્રાથમિક સારવાર માટેની દવા ” નું વિતરણ કરવામાં આવ્યું.
કોલેજ ડૉકટર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વ્યારા તેમજ આસપાસ ના ગામોમાં જઈને “ આઝાદી કા અમૃત મહોત્સવ ” કાર્યક્રમ હેઠળ “ ઔષધિય છોડ ” નું વિતરણ કરવામાં આવ્યું તેમજ તેનો ઉપયોગ અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું
કોલેજ ડૉકટર સ્ટાફ દ્વારા સિનીયર સિટીઝન ગ્રુપ વ્યારા ( કલબ ) ખાતે આયુષ અને હોમિયોપેથીનો વૃધ્ધાવસ્થામાં મહત્વ ” વિષે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ તમામ હાજર સિનિયર સિટીઝનને કોવિ -૧૯ પ્રતિરોધક દવા “ આરસેનીક આલ્બ ૩૦ ” તેમજ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું.
કોલેજમાં ડૉ . પિયુષ પંડયા યોગ એસ્પર્ટ અને નેચરોપેથ ના નેતૃત્વ હેઠળ “ કાર્યસ્થળે તણાવમુકતી યોગા અંતરાલ ” યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ટીચીંગ સ્ટાફ , નોનટીચીંગ સ્ટાફ અને હોસ્પિટલ સ્ટાફે ભાગ લીધો હતો . સમગ્ર કાર્યક્રમનું સંકલન કોલેજના આચાર્ય ડૉ . જયોતિ રાવના માર્ગદર્શ હેઠળ પ્રવૃત્તિ સમિતિ તેમજ સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું .