નિઝર તાલુકામાં નરેગાના કામોમાં મરણ પામનારના નામે હાજરી બતાવી પૈસા ઉપાડવાનું કૌભાંડ સામે આવ્યું ?! : તપાસમાં વિલંબમાં કેમ ?
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત આડદા ગામમાં નરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. નરેગાના કામોમાં મરણ પામનારના નામે હાજરી બતાવી પૈસા ઉપાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. આડદા ગામના રહેવાસી તુમળ્યાભાઈ નિઝરના આડદા ગ્રામ પંચાયતમાં આશરે ૧૯ વર્ષ પહેલા મરણ પામેલા છે. પણ નરેગાના કામોમા માસ્ટર રોલમાં હાજરી બતાવે છે કે, મનરેગા યોજનામાં તેમણ કામ કરેલ છે. તેના પુરાવા ભ્રષ્ટાચાર પ્રકાશમાં લાવનાર અરજદાર સુરેશભાઈએ લેખિતમાં ફરિયાદ કરી તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે.
મનરેગા યોજનામાં કેટલશેડ, શોચાલય, ચેકડેમ ડિસલ્ટિંગ, ગટર, મેટલ રસ્તા વગેરેમાં કામોમાં મરણજનાર વ્યક્તિએ કામ કર્યું છે. આડદા ગામના રહેવાસી તુમળ્યાભાઈ શેગજીભાઈ વસાવેના જોબકાર્ડ આઇડી નં.3979148 પર સર્ચ કરવામાં આવે તો મોટો ખુલાસો થતો જોવા મળશે ? મારણ પામનાર રોજ સ્મશાનમાંથી ઉઠીને કામે જાય છે અને સાંજે ફરી સુઈ જાય છે ?!!
અરજદાર સુરેશભાઈ જણાવે છે કે, વારંવાર નિઝર તાલુકા પંચાયતના સ્થાનિક અધિકારીઓને અરજીઓ કરી છે. પરંતુ અરજી પર કોઈ તપાસ કે પછી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ? કેમ તપાસ કરવામાં વિલંભ થાય છે તે પ્રશ્ન લોકમાનસમાં ઉઠી રહયો છે.