નિઝરનાં વેલ્દા ગામે વેક્સિન મહા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કોવિડ વેક્સિન મહા અભિયાન તા. ૨૧ જૂન ૨૦૨૧નાં રોજ સમગ્ર ભારત દેશમાં ઠેર ઠેર કોવિડ વેક્સીનની કામગીરી બાબતે શરૂ કરવામાં આવેલ છે. જે નિમિત્તે વેલ્દા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ મહા અભિયાનના ઉદેશ અંગે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની સહાયથી કરવામાં આવી રહેલ વેક્સીનની કામગીરીમાં સામાજિક કાર્યકરો, સ્થાનિક વિસ્તારના ડોક્ટરો, આશાવર્કરો, શિક્ષકો અને ગામના ઉત્સાહિ યુવાનોની મદદથી આ અભિયાન સફળ થાય અને આપણે આ મહામારીથી મુક્ત થઈએ એવો ઉદેશ લઈને આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે. જેમા હાજર ડોકટરો, શિક્ષકો, આશાવર્કરો, સરપંચ અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા મહિલા, પ્રતિનિધિઓ તેમજ સામાજિક કાર્યકરોનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીશ્રી ચૌધરી સાહેબ તેમજ સ્ટાફ અને વેલ્દાના તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા થતા પ્રતિનિધિઓ, શિક્ષકો, સમાજસેવકો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. આજના કોવિડ મહા અભિયાન તેમજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા વેલ્દાના આચાર્યશ્રી અને શિક્ષકોના સહયોગથી યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. અને યોગાનું મહત્વ તેમજ તેના ફાયદાઓ વિષે વિસ્તારથી લોકોને સમજ આપવામાં આવી હતી.