તાપી SP દ્વારા તાપી જીલ્લાના પ્રજાજનોના જન જાગૃતિ અર્થે સ્થાનિક ચોધરી અને ગામીત ભાષામાં કોવિડ -૧૯ સંદર્ભે લોકગીત બનાવી જાગૃત કરવાનો પ્રયાસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં યૌધરી, ગામીત , વસાવા, તેમજ ગરીબ પ્રજાજનોની વસ્તી મોટા પ્રમાણમાં આવેલ છે. આ લોકો મહદઅંશે અશિક્ષીત, રૂઢીગત પરંપરા ધરાવનારા તેમજ ખોટી અફવાઓથી પ્રેરાય છે. તેમજ આ પ્રજાજનો પોતાની જીવનમાં પોત – પોતાની અલગ – અલગ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. તેઓ ગુજરાતી , હિન્દીની સમાજ ઓછી ધરાવે છે. જેના કારણે કોવિડ -૧૯ ની સરકારશ્રીની ગાઇડ લાઇન જેમ કે, માસ્ક પહેરવા, સોસિયલ ડિસ્ટન્ટ રાખવા, વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝ કરવા તેમજ રસીકરણ કરાવવા બાબતેના પ્રચાર – પ્રસાર વખતે તેઓને તેઓની લોકબોલીમા સમજાવવું ખુબ જ જરૂરી જણાયેલ, તાપી જીલ્લાની આદિવાસી પ્રજામા કોરોના વેકસીન લેવા પ્રત્યે અને કોરોનાથી સાવધાન રાખવા વ્યક્તિમાં જન જાગૃતિ આવે તેવા હેતુથી તેમજ દરેક વ્યક્તિ સાથે કુટુંબ , સમાજ , ગામ , તાલુકો સુરક્ષીત રહે , તેમજ લોકોને સરળતાથી સમજ કરી શકાય તે હેતુથી સુરક્ષા સેતુ સોસાયટીના અંતર્ગત પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા કોવિડ -૧૯ થી બચવા સાવચેતીના પગલા, સામાજીક અંતર, સામાન્ય લક્ષણ દેખાતા ડોકટરનો સંપર્ક અને વેક્સિનથી સુરક્ષા મેળવવા જેવા મુદ્દાઓ આપી સ્થાનિક સંગીત અને ભાષામાં આ મુદ્દાઓને આવરી લેતા બે ગીત તૈયાર કરાવડાવેલ, જેમા આ જીલ્લામાં સૌથી વધુ બોલાતી ગામીત ભાષા તથા ચૌધરી ભાષાનો સમાવેશ થાય છે . આ સ્થાનિક સંગીતબધ્ધ ગીતનું ઓડિયો વિડીયો રેકોર્ડીંગ જીલ્લાના સ્થાનિક કલાકારો પાસે કરાવડાવી તૈયાર કરાવેલ છે. જે વિડીયો ગીતનું અનાવરણ માનનીય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ દ્વારા કરાવવામાં આવેલ છે. જે વિડીયો ગીતને સ્થાનિક તમામ પોલીસોના ગૃપ, વોટસઅપ ગૃપ, પ્રેસ મીડીયા, ચેનલો, ફેસબુક, ટ્વીટર તેમજ ગામના સરપંચોના, સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાના ગૃપમાં જનજાગૃતિ માટે મોકલવામાં આવેલ છે. જેથી તેની બહોળી પ્રસિધ્ધી કરી સ્થાનિક જનતામા લોક જાગૃતી લાવી શકાય.