તાપી જિલ્લામાં રસીકરણ ઝુંબેશ વેગવાન બનાવવા મનરેગાના સ્થળોએ કેમ્પનું આયોજન

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) : 11: તાપી જિલ્લામાં કોરોનાની મહામારી ગામેગામ સુધી પહોચી ગઇ હતે, પરંતુ વહિવટી તંત્ર દ્વારા લેવાયેલ સમયસરના પગલાથી હાલ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે. જેના કારણે લોકો હાશકારો અનુભવી રહ્યા છે. પરંતુ આ સમયે પણ આગોતરુ આયોજન કરવુ જરૂરી છે. જેથી જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવી શકાય. જેના ભાગરૂપે કોરોના સામે સુરક્ષા કવચ સમાન રસીકરણ કાર્યક્રમને વેગવંતુ બનાવવા જિલ્લાના વિવિધ સ્થળોએ રસીકરણના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ વિવિધ સ્થળોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શ્રમિકોને રોજગારી આપવા મનરેગા યોજના હેઠળ ચેકડેમ, તળાવના વિવિધ કામો ચાલી રહ્યા છે. તે સ્થળોએ ગ્રામજનોની સંખ્યા વધુ પ્રમાણમાં હોવાથી તમામ લોકોનું રસીકરણ કરવું આવશ્ક છે. જેમાં નિઝર તાલુકાના રાયગઢ ગામ અને ઉચ્છલ તાલુકાના કતાસવણ અને ભડભૂંજા ગામે ચાલતા મનરેગા યોજનાના કામોના સ્થળો પર કોરોના પ્રતિરોધક રસી અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં મામલતદાર ઉચ્છલ, મામલતદાર નિઝર, તાલુકા પ્રમુખ, ગામના સરાપંચ અને અન્ય અગ્રણિઓ હાજર રહી લોકોને સાચી સમજ આપી કોરોના પ્રતિરોધક રસી લઇ પોતાને સુરક્ષિત કરવા અપીલ કરી હતી. સાચી સમજ મેળવ્યા બાદ ગ્રામજનોએ સહર્ષ કોરોના પ્રર્તિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other