કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ઈંટવાઈમાં સરપંચનાં મળતીયાઓ સિવાય અન્ય લોકોને મનરેગા હેઠળ રોજગારી મળતી નથી !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ઈંટવાઈના ગ્રામજનો દ્વારા આગઉ તાલુકા વિકાસ અધિકારીને મનરેગા હેઠળ રોજગારી મેળવા માટે માંગણી કરતા અરજી કરવામાં આવેલ હતી. પરંતુ બે મહિના વિતવા છતાં પણ ગ્રામજનોને રોજગારી આપવામાં આવેલ નથી. જોબકાર્ડ ધારકોને ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવે છે પરંતુ ઈંટવાઈના ગ્રામજનો જણાવે છે કે અમને કામ આપવામાં આવતું નથી. સરપંચના અંગત લોકોનેજ કામ આપવામાં આવે છે. અન્ય લોકોને કામો આપવામાં આવતું નથી. રોજગાર મેળવવા માટે ગ્રામ પંચાયતમાં પણ ગ્રામજનો દ્વારા અરજીઓ કરવામાં આવેલ હતી. છતાં પણ ગ્રામજનોને કોઈ પણ સંજોગમાં કામ આપવામાં આવેલ નથી. સરકારશ્રી દ્વારા લોકોને રોજગારી મળે એ હેતુથી મનરેગા હેઠળ રોજગારી આપવા અમલ કરવામાં આવેલ છે. અને ગ્રામ પંચાયતમાં રોજગારી મેળવા માટે અરજી કરનાર અરજદારોને ગ્રામપંચાયત દ્વારા કામ ના આપવામાં આવે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા બેરોજગારી ભથ્થું અરજદારોને આપવામાં આવે એવો હુકમ ગ્રામ પંચાયતના તલાટીને કરવામાં આવે છે. પરંતુ ઈંટવાઈ ગ્રામજનોએ ફરી બીજી વખત તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી. પરંતુ કુકરમુંડા તાલુકાના સ્થાનિક અધિકારી પોતાની મનમાની કરી લોકોને રોજગારી આપવા માટે કુકરમુંડા તાલુકાના અધિકારીઓ સમર્થ સાબિત થઈ રહ્યાં છે? વારંવાર ગ્રામજનો દ્વારા કામોની માંગણીઓ કરવામાં આવે છે, છતાં તાલુકા પંચાયત કુકરમુંડાના અધિકારી કુંભકર્ણની ઉંઘમાં ઉંઘી રહયા છે. કોરોના જેવી મહામારીમાં સરકારશ્રી દ્વારા મનરેગા યોજનામાં લોકોને રોજગારી આપવામાં આવે છે. પરંતુ કુકરમુંડા તાલુકાના અધિકારીઓને તો લોકોને રોજગારી આપવા બદલે અરજદારોને દબાણમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. વારંવાર ગ્રામજનો દ્વારા રોજગારી માટે અરજીઓ કરવામાં આવેલ છે. છતાં પણ કોઇ જવાબ કે કામો ના મળતા આખરે તાલુકામાં ફરિયાદ નિવારણમાં અરજી કરવામાં આવેલ છે. હાલમાં જોવાનું રહયું કે ઈંટવાઈ ગામના ગ્રામજનોને સરકારશ્રી તરફથી રોજગારી આપવામાં આવશે ? કે પછી સ્થાનિક અધિકારી દ્વારા અરજદારોને દબાવી દેવામાં આવશે ? જે આવનાર સમયમાં ખબર પડશે ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other