મહિલા સામખ્ય ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Contact News Publisher

(માહિતિ બ્યુરો દ્વારા, વ્યારા-તાપી):  07 : મહિલા સામખ્ય તાપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે તા.૦૫મી જુનના રોજ સોનગઢ તાલુકાના કુમકુવા ગામમાં પર્યાવરણની ઉજવણી કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતું લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે, લોકો પર્યાવરણનું સવર્ધન કરતા થાય તથા હાલની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતીમાં લોકો પર્યાવરણનું મહત્વ સમજી તેનું જતન કરતા થાય તેવો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા પર્યાવરણનું મહત્વ સમજાવી લોકોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો તેમજ કાર્યક્રમના અન્ય સહભાગીઓ દ્વારા આ દિવસના મહત્વને જાળવી રાખવાના ભાગ રૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વન વિભાગના વનરક્ષક અધિકારી-કર્મચારીઓ, તાલુકા પ્રમુખ-યુસુફભાઈ ગામીત, જિલ્લા પંચાયત સભ્ય-રેહાનબેન, સરપંચ નાજીતાબેન, તાલુકાના પંચાયતના સભ્ય-ઊર્મિલાબેન, ગામના આગેવાન નિતિનભાઈ ગામીત, પ્રાથમિક શાળાના શિક્ષક-સુનિલભાઈ ગામીત તેમજ મહિલા સામખ્ય-તાપીના જિલ્લા સંકલન અધિકારી કુ. કનકલતાબેન રાણા તેમજ મહિલા સામખ્યના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other