જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાની જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક, જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના અધ્યક્ષપદે યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લાની વાજબી ભાવની દુકાનો ઉપર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા, એન.એફ.એસ.એ. યોજના અન્વયે લાભાર્થીઓના આધાર કાર્ડ તથા બેન્ક એકાઉન્ટ મેપિંગ તથા આધાર વેરિફિકેશનની કામગીરી, ઉજ્જવલા યોજનાની કામગીરી, ડાયરેક્ટ બેનિફિટ યોજના ઇન કેરોસીન, સાયલંટ રેશનકાર્ડ અને સાયલંટ એફ.પી.એસ.ની સમિક્ષા, માં અન્નપુર્ણા યોજનાના અમલીકરણ તેમજ આ અંગે મળેલી અરજીઓના નિકાલ જેવા મુદ્દે સમિક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકનું સંચાલન કરતાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે પુરવઠા વિભાગના સમગ્રતયા ચિત્રનો ખ્યાલ આપ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ સહિત નાયબ વન સંરક્ષક શ્રી આનંદ કુમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.વહોનીયા, ઉપરાંત સમિતિ સભ્યોએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.