વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનુ વૃક્ષારોપણ-બાગાયતી રોપાનું આયોજન

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: મહાત્મા ગાંધી નરેગા યોજના એ ટકાઉ અકસ્યામતો ઉભી કરી ગ્રામીણ કુટુંબોને રોજગારી પૂરી પાડનારી ભારત સરકારની ખૂબ જ અગત્યની યોજના છે. આ યોજનામા કુલ કામોના ૬૫% ખર્ચ કુદરતી સંસાધન વ્યવસ્થાપન (Natural Resource Management)ના કામો કરવામા આવે છે. આ કુદરતી સંસાધનના કામો કરવાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી કરવાનો છે. પર્યાવરણની જાળવણીના ભાગ રૂપે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના હેઠળ મનરેગા અંતર્ગત મોટા પાયે વનીકરણ –બાગાયતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
મનરેગા–સામાજીક વનીકરણ વિભાગ સુરતના કન્વરજન્સથી જિલ્લામા આશરે ૨૦૦૦૦૦ (બે લાખ) જેટલા રોપાની નર્સરી તૈયાર કરવાની તથા FF વાવેતરની કામગીરી કરવામા આવી છે જેમા અંદાજીત રૂ.૩૬.૮૭/- લાખનો ખર્ચ થશે, જે તમામ ખર્ચ મનરેગા અંતર્ગત કરવામા આવશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મનરેગા અંતર્ગત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં બ્લોક તથા બોર્ડર પ્લાન્ટેશન અંતર્ગત આશરે ૨૬૭૩૯૫ રોપા તથા જિલ્લાના વ્યક્તિગત લાભાર્થીઓને આશરે ૧૫૭૫૦ જેટલા બાગાયતી રોપા આપવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આમ આશરે કુલ ૨૮૩૧૪૫ જેટલા રોપા રોપવાની કામગીરી કરવામા આવનાર છે તેમજ બાગાયતી રોપાઓ દ્વારા જિલ્લાના વ્યક્તિગત લાભાર્થીઓને આર્થિક રીતે પગભર કરવાની પણ કામગીરી કરવામાં આવશે છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની NRLM(નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન) યોજનાના સહયોગથી જિલ્લાના આશરે ૫૦૦ સખીમંડળોની બહેનો દ્વારા એક સખીમંડળ સભ્ય દ્વારા ૦૫ રોપા પ્રમાણે કુલ ૨૫૦૦૦ રોપાઓનુ વાવેતર તેઓના ઘર-આંગણે અને ખેતરમાં કરવાનું આયોજન કરવામા આવ્યું છે.
આ ઉપરાંત જિલ્લાની આશરે ૫૦-૬૦ આંગણવાડી/પ્રાથમિક શાળાઓમા મનરેગા – NRLM(નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન)ના કન્વરજન્સથી ન્યુટ્રીગાર્ડન ઉભુ કરવાનુ આયોજન કરવામા આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other