તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વહીવટી મથક વ્યારા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના અધ્યક્ષપદે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
દરમિયાન કલેક્ટર શ્રી આર.જે. હાલાણીએ જિલ્લાના જુદા જુદા વિભાગના અમલીકરણ અધિકારીઓને તેમના હસ્તકના વિકાસકામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. સાથે રાસ્ટ્રીય પર્વ ઉજવણીની ગ્રાન્ટમાથી કુકરમુંડા તાલુકાનાં વિકાસકામોનું આયોજન ઘડી કાઢવા પણ તેમણે સંબંધિત અધિકારીઓને જણાવ્યુ હતું. શ્રી હાલાણીએ સશસ્ત્ર સેના ધ્વજદિનના નિયત લક્ષ્યાંકમાં સૌને યોગદાન આપવા પણ આ વેળા હાંકલ કરી હતી.
બેઠકનું સંચાલન કરતાં નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.વહોનિયાએ સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ જેવા કે, નાગરિક અધિકાર પત્ર, નિવૃત્ત થયેલા કર્મચારીઓ તથા આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસો, એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાની બાકી વસૂલાત, ખાતાકીય તપાસના પડતર કેસો, તકેદારી આયોગ તરફથી મળેલા પત્રો/તપાસ, જિલ્લાના અન્ય વિભાગોના પ્રશ્નો વિગેરે બાબતોની સમિક્ષા હાથ ધરવામાં આથી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ સહિત નાયબ વન સંરક્ષક શ્રી આનંદ કુમાર ઉપરાંત જુદી જુદી કચેરીઓના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.