ગામે-ગામ જઇ લોકોને રસીકરણ બાબતે જાગૃત કરતા તાપી જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ
તાપી જિલ્લાને કોરોના મુક્ત બનાવવાના એક માત્ર ધ્યેય સાથે એકજુટ થઇ કામગીરી કરતા સરકારી કર્મચારીઓ
………..
તાપી જિલ્લામાં રસીકરણ અભિયાનમાં જોડાઇ પોતાને
સુરક્ષિત કરો : તાપી વહિવટી તંત્ર
……….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.03: રાજયમાં તાપી જિલ્લાની સાથે તમામ જિલ્લાઓમાં એકંદરે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયગાળામાં કોરોના પ્રતિરોધક રસી આપવાની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે રાજય સરકાર દ્વારા જિલ્લાઓ સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે તાપી જિલ્લામાં પણ રસીકરણ કરાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે લાવવા વહીવટી તંત્ર દ્વારા સરાહનિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક સ્થાનિક ભાષામાં લોક જાગૃતિના કાર્યક્ર્મો તો, ક્યારેક સ્થાનિક આગેવાનો અને નેતાઓની મદદથી બનતા તમામ પાસાઓ અને તેમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે જિલ્લાના અંતરિયાળ ગામોમાં જઇ લોકોને રસીકરણ બાબતે સમજાવી રહ્યા છે અને અધિકારી-કર્મચારીઓ કર્મયોગ દ્વારા તાપી જિલ્લામાં માનવતા મહેકાવી રહ્યા છે.
રસીકરણ અભિયાન હેઠળ જિલ્લા સમાહર્તા આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાથી લઇ ગામના તલાટી સુધી દરેક સરકારી અધિકારી-કર્મચારીઓ જિલ્લાને કોરોના મુક્ત બનાવવાના એક માત્ર ધ્યેય સાથે કરવા એકજુટ થઇ કામગીરી કરી રહ્યા છે. જેમા દરરોજ અમુક ગામેની સ્વયં મુલાકાત લઇ ત્યાંના લોકોની રસીકરણ બાબતે માનસિકતા જાણે છે, જે-તે ગામમાં કોરોના વિશે લોકોના વિચારો અને રસીકરણ કરાવવા અંગે તેઓના વિચારો જાણવામાં આવે છે. અને ત્યાર બાદ તેઓની સાથે ચર્ચા કરી સાચી માહિતી આપવામાં આવે છે.
આજરોજ વ્યારા તાલુકાના સરકુવા, ચાંપાવાડી, કટિસકુવા નજીક, બેડકુવા નજીક ગામો, ઉચ્છલ તાલુકાના મીરકોટ, ભડભુંજા પીએચસી, ચીતપુર, મોરગણ, નિઝર તાલુકાના રાયગઢ, વેડાપાડા જેવા ગામોમાં મનરેગા યોજનાના હેઠળ કામ કરતા મજૂરોને તથા ગામમાં ઘરે-ઘરે જઇ તાલુકાના મામલતદારશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ દ્વારા કોરોના વાઈરસ રસી મુકાવવા સમજણ આપવામાં આવી હતી. આ સાથે ગામસ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણની કામગીરીનું સુપરવિઝન પણ કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાના સારા પરિણામો તાપી જિલ્લામાં જોઇ શકાય છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૪૨૧૪૮ લોકોએ રસીકરણ અભિયાનમાં જોડાઇ પોતાને સુરક્ષિત કર્યા છે. તાપી જિલ્લાના કર્મચારી-અધિકારીઓની કર્મનિષ્ઠાથી જિલ્લાનું નામ ઉજ્જ્વળ જ થઇ રહ્યું છે અને જિલ્લો સુરક્ષિત બની રહ્યો છે.
000000000000