સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ડૉ. માર્કડભાઈ ભટ્ટની ૧૧મી પૂણ્યતીથીની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ૧ લી જૂન ૨૧ના રોજ કોલેજનો પાયો નાખનાર દૂરંદેશી હોમિયોપેથ  ડૉ. માર્કડભાઈ ભટ્ટની ૧૧મી પૂણ્યતીથીની ઉજવણી કરવામાં આવી . આ કાર્યક્રમમાં હાજર રહી સહુ ટ્રસ્ટીગણ, આચાર્યા  ડૉ. જયોતિ રાવ, ડૉ. અજયભાઈ દેસાઈ (હોનોરેબલ ચીફ એકઝીકયુટીવ ડાયરેકટર) તેમજ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીગણ દ્વારા પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી. આ દિવસના મુખ્ય આકર્ષણ રૂપે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે હોમિયોપેથીક જગતના ખુબ જ પ્રખ્યાત ડૉ . મનોજ પટેલ ( મુંબઈ ) સેવા આપી. વેબિનારનો વિષય હતો. “ Homoeopathy in knowing Mind ” આ વેબિનારનો કોલેજના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ તેમજ હમાઈ વ્યારાના ઘણા તબીબો દ્વારા લાભ લેવાયો . આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન પ્રવૃતિ સમિતિ તેમજ સેમિનાર સમિતિ દ્વારા ડૉ. જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other