ડાંગની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી સરિતા ગાયકવાડનો આજે જન્મદિવસ
દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : દક્ષિણ ગુજરાતમાં આહવાના અંતરિયાળ ગામડામાં રહેતી અને ડાંગ ની રાજધાની તરીકે જાણીતી સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ કબજે કરી દેશનું ગૌરવ વધાર્યું હતું. જોકે, સરિતા ગાયકવાડની પરિશ્રમ અને જહેમત થી શૂઝ વિના દોડતી અને ખો-ખોની રમત રમતી સરિતાને કોલેજમાં પહેલું પ્લેટફોર્મ મળ્યું હતું. તેમજ કોલેજકાળમાં જ ‘ડાંગ એક્સપ્રેસ’ તરીકેની ઓળખ પણ મળી હતી.
ડાંગના સીમાડાના કરાડી આંબા ગામના શ્રમિક પરિવારની પુત્રી સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડે એથ્લીટ તરીકેની કારકિર્દીની શરૃઆત ખો-ખોથી કરી હતી અને નેશનલ્સમાં પ્રભાવ પાડયો હતો. જંગલ અને પહાડો વચ્ચે વસેલા આ કરાડી આંબા ગામના ખેતમજૂર પરિવારની દીકરી સરિતા ગાયકવાડેે સખત પરિશ્રમના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ પણ રોશન કર્યું છે ‘ગોલ્ડન ગર્લનું બિરુદ મેળવનાર સરિતા નાનપણથી જ ગોલ્ડન હતી. તેના વાળ સોનેરી હોવાને કારણે ગામમાં સૌ કોઈ તેને આજે પણ ભૂરી તરીકે જ ઓળખે છે. ‘‘એપ્રિલ ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજિત થયેલા કોમનવેલ્થ ગેમમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા એથ્લેટ સરિતાનો ખો-ખોથી એથ્લેટિક્સ સુધીની સફર પણ ખૂબ જ રસપ્રદ છે. ધોરણ ૫થી ૮ સુધીની ચનખલની પ્રાથમિક શાળામાં અને ૯ થી ૧૨ પીપલખેડ હાઈસ્કૂલ મા અભ્યાસ કર્યો છે આમ ખો-ખોની ખેલાડી તરીકે સરિતાએ ઓળખ બનાવી અને ખેલ-મહાકુંભના માધ્યમથી તેણે ખો-ખોની સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો. સરિતાને ચીખલીની કૉલેજમાં ખો-ખોની ખેલાડી હોવાને કારણે જ પ્રવેશ મળ્યો હતો હવે ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની લાંબી સફર બાદ ગુજરાતને કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે ગુજરાત પોલીસમા DYSP તરિકે નિમણૂંક કરી છે. આમ લાંબી સફર બાદ દેશ ને ગૌરવ અપાવનાર દોડવીર કુ.સરિતા ગાયકવાડનો આજે જન્મદિવસ છે સરિતા ગાયકવાડે પોતાના જીલ્લા ને પણ ગૌરવ અપાવતા સૌ કોઈ ગૌરવ અનુભવે છે