પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારાની મુલાકાત લેતાં ડાંગ કલેકટર ભાવિન પંડ્યા
(અર્જુન જાધવ દ્વારા, વ્યારા) : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારા ખાતે રસીકરણ માટે ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ મુલાકાત લઈ આ વિસ્તારના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે ખરેખર તંત્ર ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. કલેક્ટર ભાવિન પંડ્યાના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કોરોના રોગચાળાની ગંભીરતાને ધ્યાને લેતા લોકોને કોરોનાથી બચાવવા અને વેક્સિન અંગેની તમામ અફવાઓ તથા ગેરમાર્ગે દોરતા અટકાવી વેક્સિન અંગે જાગૃત કરવા માટે જિલ્લાના છેવાડા સુધી જઈ લોકોને વેક્સિનના ફાયદાઓ વિશે સમજણ પૂરી પાડી રહ્યા છે અને હવે આ ઝુંબેશ સફળતા પૂર્વક આગળ વધી રહી છે. લોકો પણ કોરોનાકાળમાં સાવચેતી જાળવીને કોરોનાથી સુરક્ષિત રહ્યા છે. જો કે હવે કોરોનાને માત આપવા માટે વેક્સિન ઉપલબ્ધ છે અને લોકો તરફથી પણ વેક્સિન અંગે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે અન્વયે ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ સાપુતારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી ગ્રામ્ય વિસ્તારમાં પણ ચાલી રહેલ રસીકરણ કામગીરીની જાત માહિતી મેળવી હતી અને હાજર તબીબો ને લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું હતું સાથે તબીબોને જરૂરી સુચનો કર્યા હતા જ્યારે આ મુલાકાત વેળા આયુષ મેડિકલ ઓફિસર પ્રાચી ભોયા સહિત આરોગ્ય શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો