ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ લીધી તાપી જિલ્લાની મુલાકાત

Contact News Publisher

ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ક્વોરી વિસ્તાર સહિત ઉકાઈ ડેમ, અને ગૌમુખની પણ લીધી મુલાકાત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ, તાજેતરમાં તાપી જિલ્લામાં આવેલા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ક્વોરી વિસ્તારની જાત મુલાકાત લીધી હતી. આ વેળા સમિતિએ ઉકાઈ ડેમ તથા ગૌમુખની પણ મુલાકાત લઈ, આદિવાસી વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગ તથા પ્રવાસન પ્રવૃત્તિઓનો પણ તાગ મેળવ્યો હતો.

સમિતિના અધ્યક્ષ શ્રી મોહનભાઇ ઢોડિયા સહિત સમિતિ સભ્યો સર્વશ્રી ડો.અનિલ જોષીયારા, અરવિંદભાઈ પટેલ, ઉપરાંત સચિવ શ્રી વી.એચ.રાઠોડ, સેક્શન ઑફિસર શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ, કુ.પ્રતિકા તિવારી, જિતેન્દ્ર પટેલ સહિતના અધિકારીઓએ, તેમની મુલાકાત દરમિયાન કસવાવની જે.જે.સ્ટોન ક્વોરી, અને ડોલવણની મહાલક્ષ્મી સ્ટોન ક્વોરીની મુલાકાત લઈ, જાત માહિતી મેળવી હતી.

સમિતિની આ મુલાકાત દરમિયાન તેમની સાથે તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણી, ઉદ્યોગ અને ખાણ વિભાગના નાયબ સચિવ શ્રી ડી.જી.ચૌધરી, નાયબ પોલીસ અધિકારી શ્રી માવાણી, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, ભૂસ્તરશાસ્ત્રી સર્વશ્રી જે.એમ.પટેલ અને ડી.કે.પટેલ, મદદનીશ કમિશ્નર શ્રી એમ.એલ.ગામીત, સુપરવાઇઝરો સર્વશ્રી દિનેશ ચૌધરી, મેહુલ શાહ, સર્વેયર શ્રી પી.ડી.પ્રજાપતિ સહિતના સંબંધિત અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી. જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ સમિતિને પૂરક વિગતો આપી, કામગીરીથી અવગત કરાવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *