તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સ્થળ બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.28: તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સ્થળ બેઠક યોજાઇ હતી. મામલતદાર નિઝર, તાલુકા વિકાસ અધિકારી નિઝર, પી.એચ.સી સેન્ટરના ડોકટર અને સરપંચની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી ગામના આગેવાનો સાથે રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ સમાજના આગેવાન ભાઇ-બહેનોએ વહિવટી તંત્રને સહકાર આપવા સંમતિ બતાવી હતી. ગામના દરેક લોકો કોરોના પ્રતિરોધક રસી લેશે તેની ખાતરી આગેવાનો સ્વયં કરશે અને ગ્રામજનોને રસીકરણ અંગે જાગૃત કરવાના પ્રયાસોમાં સેવાકાર્ય કરવા સ્વચ્છિક રીતે સાથ આપવા પહેલ કરી હતી.
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે સાવચેતીની રાખવાની ખુબ જરૂર છે. નાગરિકોમાં જ્યારે કોરોના અને તેની રસી અંગે ગેરમાન્યતાઓ અને શંકાઓ ઊભી થાય ત્યારે ગામના આગેવાનો જ પોતાના સ્વજનોને સારી રીતે સમજાવે શકે છે. તાપી જિલ્લાને કોરોનામુક્ત કરવાનું પ્રણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે આ ઝુંબેશમાં ગ્રામજનોનો સહકાર આવકાર્ય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦