તાપી જિલ્લામાં મામલતદાર કચેરી નિઝર ખાતે કચેરીમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.21: સમગ્ર દેશમાં દર વર્ષે ર૧ મે “આતંકવાદ વિરોધી દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવનો પાછળનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસક સંપ્રદાયથી દૂર રહી સામાન્ય લોકોની વેદનાને સમજવા અને રાષ્ટ્રીય હિત માટે કામો કરવા પ્રેરીત કરવાનો છે. આ દિવસને ઉજવણીમાં વિવિધ આતંકવાદ વિરોધી કાર્યક્રમો અને ડ્રાઈવોનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.
જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં દર વર્ષે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓ, જાહેર સંસ્થાઓમાં આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવા, માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તથા માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો સામે લડવા માટે એકજુથ બનીને શપથ ગ્રહણ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેના અનુસંધાનએ આજરોજ તાપી જિલ્લામાં મામલતદાર કચેરી નિઝર ખાતે કચેરીમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લઇ “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other