કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ અને એ.પી.એમ.સી. માર્કેટ વઘઈના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને ખેતપેદાશના સારા ભાવ મળે તે માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવેર્સિટી વઘઈ અને એપીએમસી માર્કેટ વઘઈ ના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને ખેતપેદાશના સારા ભાવ મળે તે માટે ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ.જી.જી.ચૌહાણ તથા એપીએમસી માર્કેટના ચેરમેન દિનેશભાઈ તથા ડાંગના અગ્રણીય ખેડૂતોની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામા આવ્યું હતું. આ મીટીંગમાં ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે ખડૂતોને દરેક પેદાશના પોષણક્ષમ ભાવો મળે તે માટેની કોઈપણ પ્રવૃત્તિનો એપીએમસી વઘઈ અને કે.વી.કે. વઘઈના સંકલનથી કામગીરી કરવાની બાંહેધરી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ.જી.જી.ચૌહાણે ખેડૂતોને આજના જમાનાના અનુકુળ ડિજીટલના માધ્યમથી ખેડૂતોને પાકના વાવેતરથી માંડીને પાકના વેચાણ સુધીની માહિતી ઘર બેઠા મળી રહે તે માટે હાંકલ કરી હતી. ખેડૂતોની દરેક પેદાશના વધુમાં વધુ ભાવો મળે, દરેક પેદાશના મૂલ્યવર્ધન કરી તેમાં વધુ નફો મળે તે માટે બધાના સંયુક્ત પ્રયાસો કરવા માટે હાકલ કરેલ હતી અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતેના વૈજ્ઞાનિક બીપીનભાઈ એમ.વહુનિયા અને જીજ્ઞેશભાઈ બી.ડોબરીયા દ્વારા ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ ડાંગ જીલ્લાના ખેડૂતો કરે તે માટે ડેટાબેઝ તૈયાર કરીને ઓનલાઈન તાલીમ આપીને સૈન્દ્રીય ખેત પેદાશ સીધું જ ગ્રાહકના હાથમાં આવે તેવી માર્કેટીંગ યોજના બનાવવાનું નક્કી કર્યું હતું.