રેલ્વેના ગેટમેનને માર મારી મોબાઈલ ફોનની ચોરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના રેલ્વે ફાટક નં . ૪૫ ઉપર આવેલ કેબીનમાં ચાર્જીંગ મૂકેલો મોબાઈલ ફોન ત્રણ અજાણ્યા ચોરો ચોરી કરી ભાગ્યા, એકને ગેટમેને પકડતા તેણે લાકડાના દંડા વડે માર મારી ત્રણેય મોટર સાયકલ ઉપર ભાગી છુટ્યા હતા.
વ્યારા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના રેલ્વે ફાટક નં . ૪૫ ઉપર આવેલ કેબીનમાં ગેટમેન સંજયભાઇ અશોકભાઇ સાઉ હાલ રહે – વ્યારા સિંગી ફળિયું રેલ્વે કોલોનીની બાજુમાં વિનોદભાઇના ભાડાના મકાનમાં તા . વ્યારા જી – તાપી મુળ રહે. – બિસ્કરવા પોસ્ટ મુરુરા થાના – બિહાર સરીફ જી . નાલંદા, બિહાર. ગેટમેન તરીકે પોતાની ફરજ બજાવતા હતા તે દરમ્યાન તા. 13/11/19ના રોજ રાત્રીના આશરે સવા અગિયારેક વાગે ત્રણ અજાણ્યા ઇસમો ઉ. વ. આ. ૨૦ થી ૨૫ વર્ષના જે પૈકીના બે ઇસમો મધ્યમ બાંધાના ઉચાઇ આશરે પાંચ ફુટ તથા શરીર ટોપી વાળી ટીશર્ટ તથા ટ્રેક પેન્ટ પહેરેલ હતા અને ત્રીજો ઇસમ જે પાતળા બાંધાનો અને ઉચાઇ આશરે સાડા પાંચ ફુટ તથા શરીરે ટીશર્ટ તથા ટ્રેક પેન્ટ પહેરેલ હતો તેઓએ કેબીન ઉપર આવી ગેટમેનનો ચાર્જિંગમાં મુકેલ કાળા કલરનો ઓપ્પો કંપનીનો CPH1859 મોડલનો મોબાઇલ ફોન જેનો IMEI નં . ( ૧ ) ૮૬૯૦૦૩૦૩૧૪૩૫૬૯૦ તથા IMEI નં . ( ૨ ) ૮૬૯૦૦૩૦૩૧૪૩૫૬૮૨ જેમાં જીઓ કંપનીનો સીમ નં . 6353975619 તથા એરટેલ કંપનીનો સીમ નં . 9905529740 જેની અંદાજે કિંમત રૂ . – ૭,૦૦૦ / ચાર્જિંગમાંથી કાઢી ચોરી કરી નાશી જતા આ ત્રણ ઇસમો પૈકીના એક ઇસમને ગેટમેને પકડી રાખતા તેણે પોતાની પાસેના લાકડાના દંડા વડે ગેટમેનેના મોઢાના ભાગે ઇજા પહોંચાડી કાળા કલરની પલ્સર મોટર સાયકલ ઉપર નાશી જઇ ગુનો કર્યો હતો. જે અંગે તા. 14/11/19ના રોજ વ્યારા પોલીસે ઇ.પી.કો. કલમ 380, 323, 114 તથા જી.પી. એકટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે, મોબાઈલ ચોરીના આ ગુનાની વધુ તપાસ વ્યારા પો. સ્ટેશનના HC યોગેશભાઇ રોહિદાસભાઇ કરી રહ્યા છે.