તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસતંત્ર દ્વારા નિર્દોષ લોકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરવા તાપી બી.ટી.એસ. દ્વારા માંગ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોનાની મહામારીમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસતંત્ર દ્વારા નિર્દોષ લોકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરવા બાબતે તાપી બી.ટી.એસ. દ્વારા માંગ કરાઈ.
તાપી બી.ટી.એસ. દ્વારા વાલોડ મામલતદાર વાલોડને આવેદન પત્ર આપી માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસતંત્ર દ્વારા નિર્દોષ લોકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરવા માંગ કરી છે.
આવેદન પત્રમા નીચે મુજબ જણાવાયું છે. “સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રોજે રોજ અસંખ્ય લોકો જીવનરક્ષક દવાઓ, ઓકિસજન બેડ, વેન્ટીલેટર બેડની સુવિધાના અભાવે તથા તંત્રની ઘોર બેદરકારીને કારણે મોતના મુખમાં ધકેલાય રહ્યા છે.વાલોડ તાલુકામાં રોજ રોજ સેંકડો લોકો પાસેથી માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસ તંત્ર દ્વારા નિર્દોષ ગરીબ અને મધ્યમવર્ગ લોકો પાસેથી હજારો રૂપિયા દંડ વસુલ કરે છે. તે નિંદનીય છે. લોકો પાસે રોજગારી નથી. કામ ધંધા બંધ છે. ખેડૂતો, વેપારીઓ , કારીગરો , મજુરો હેરાન પરેશાન છે . આવામાં માધ્યમથી ગરીબ વર્ગના તમામ લોકો આર્થિક મંદીમાં ફસાયેલ છે. ત્યારે વાલોડ તાલુકામાં પોલીસ તંત્ર દ્વારા જોહુકમથી ડરાવી ધમકાવીને લોકો પાસેથી દંડ વસુલીને રંજાડવામાં આવી રહ્યા છે. આથી તાત્કાલિક ધોરણે માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસ દંડ વસુલવાનું બંધ કરે.”