તાપી રસીકરણ અભિયાન: ૧૦૨૮૬૭ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી સુરક્ષિત કરાયા

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  :  તા..30: તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. ગઇકાલે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી લોકોને વિનમ્ર ભાવે કોરોનાને નાથવા સૌ નાગરિકોને ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા અને દરેક વ્યક્તિને કોરોના પ્રતિરોધક લઇ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સમર્થન આપવા અપીલ કરી છે. જેના પગલે તાપી જિલ્લામાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ વિગતો મુજબ આજદિન સુધી જિલ્લામાં ૧૦૨૮૬૭ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૫૨૬૧, ડોલવણમાં ૧૨૮૬૧, વાલોડમાં ૧૪૧૩૧, સોનગઢમાં ૨૮૭૬૬, ઉચ્છલમાં ૯૧૭૧, નિઝરમાં ૭૯૬૮, કુકરમુંડામાં ૪૭૦૯ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other