નિઝર તાલુકાના વેલ્દા ગામના ભ્રષ્ટ્રાચારી સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા ગ્રામજનોની ટી.ડી.ઓ. પાસે પુરાવા આપી માંગ કરાઈ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ નિઝર તાલુકાના વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા નિઝર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જેતે વર્ષના મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટ્રાચાર થયાના પુરાવા સાથે ભ્રષ્ટ્રાચારીઓ પર તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરાઈ છે.

નિઝર તાલુકાના વેલ્દા ગામમાં મનરેગા યોજનામાં જેતે વર્ષમાં થયેલ ભ્રષ્ટ્રાચારની  રાવો ઉઠી રહી છે. વેલ્દા ગામના ગ્રામજનો દ્રારા આજ રોજ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ભ્રષ્ટ્રાચારીઓ પર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. મળતી માહિતી મુજબ ગ્રામજનો જણાવે છે કે મનરેગા યોજના હેઠળમાં (૧) વર્ષ:૨૦૨૦માં નાળા ડિસીલ્ટીંગનું કામ દશરથભાઈ પટેલના ખેતરમાં આ કામમાં લેબર ના બૅંક પાસબુક ચેક કરવામાં આવે તો મોટો ખુલાસો બહાર આવશે ? કેમ કે લેબરના નામના પાછળ બેંક ખાતા નંબર છે તે બૅંકખાતા નંબર ઓરીજનલ નથી ! ફેક ખાતાનંબર હોવાની રાવો કરાઈ રહી છે. (૨)વર્ષ:૨૦૧૭/૧૮માં વેલ્દા ગામે આદિવાસી સ્મશાનભૂમિ પાસે વનીકરણનું કામ,વેલ્દાથી કાવઠા તરફ જતા આદિવાસી સ્મશાન આવેલ છે પરંતુ તે સ્મશાનમાં એક પણ ઝાડ હાલમાં જોવા મળતું નથી? દેખાય છે તો ફક્ત બાવળના ઝાડ? ક્રમ નં.૮ વેલ્દા ગામે આદિવાસી સ્મશાનભૂમિ પાસે વનીકરણનું કામ,પુલની બાજુમાં સ્મશાનભૂમિ આવેલ છે ત્યાં પણ ફક્ત ૧૨ જેટલાં ઝાડો દેખાય છે. બાકીના ઝાડો ગયા ક્યાં? એ પ્રશ્ન વેલ્દાના સરપંચ પર ઉઠી રહયો છે. (૩) વર્ષ:૨૦૧૭/૨૦૧૮માં ક્રમ નં.૮ વેલ્દા ગામે નર્સરી પાસે તળાવ નજીકમાં વનીકરણનું કામ, આસ્થળ પર એક પણ ઝાડ દેખાતું નથી? ફક્ત કાગળ પરજ બતાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર હાલના સરપંચ કિસન કન્યા પાડવીએ કર્યો છે. વર્ષ:૨૦૧૭/૧૮માં ક્રમ નં.૧૪ વેલ્દા ગામે ગૌચરમાં વણીકરણનું કામ, ક્રમ નંબર ૮૪૬ ગૌચરની જમીન પર વણીકરણનું કામ, ક્રમ નં.૮૪૮ ગૌચરની જમીનમાં વણીકરણનું કામ, વેલ્દાના ગૌચરની જમીન પર ત્રણ વાર કામ બતાવામાં આવેલ છે પણ હકીકતમાં ગૌચરની જમીનમાં વનીકરણનું કામ કરવામાં આવેલ નથી? (૪)૫૮૨ સ્માશનભૂમિમાં વનીકરણનું કામ, ક્રમ નંબર ૫૮૩ ગૌચરમાં વનીકરણનું કામ, કાગળ પર એકજ સ્થળ બતાવીને વારંવાર ગ્રાંટની રકમ ચાઉ કરવામાં આવેલ છે? (૫) મોગયા સધુના ખેતરમાં કૂવાનું કામ, મોગયા સધુના ખેતરમાં કુવા બનાવી આપવામાં આવેલ નથી?તે કૂવાનું કામ પણ ફક્ત કાગળ પરજ બતાવામાં આવેલ છે.(૬) વર્ષ:૨૦૧૯/૨૦માં ક્રમ નં.૫૮૧ સુરેશભાઈ ખેતરથી દેવમોગરામાતાના મંદિર સુધી માટી મુરૂમનું કામ આ કામ પણ કાગળ પર બતાવામાં આવેલ છે. સુરેશભાઈના ખેતરથી દેવમોગરામાતાના મંદિર સુધી માટી મુરૂમનું કામ આ કામ વેલ્દા ગામના જલારામનગરના ગ્રામજનો મળીને જાતે પૈસા ખર્ચ કરીને આ રસ્તો બનાવેલ છે. આ કામની  રકમ પણ સ્થાનિક અધિકારીઓ ચાઉ કરી ગયા છે. નદી કિનારે, નર્સરી પાસે, સ્મશાનભૂમિ પાસે પ્રોટેકશન દીવાલનું કામ પણ કાગળ પરજ બતાવામાં આવેલ છે. હાલના સરપંચ અને તલાટીએ મનરેગા યોજનામાં વનીકરણના કામો, ગટરના કામો, પ્રોટેકશન દિવાલના કામો, માટી મુરૂમના કામો, કૂવાના કામો વગેરે કામો ફક્ત કાગળ પર બતાવી લાખો રૂપિયા ચાઉ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે?વનીકરણના કામોમાં પણ એકજ સ્થળ પર બે વાર બતાવીને લાખો રૂપિયા ચાઉ કરી ગયાના પુરાવ મળ્યા છે. અને કામના સ્થળ પર કામ થયું નથી? છતાં પણ કેવી રીતે મનરેગા યોજના ગ્રાંટ પાસ કરી દેવામાં આવી? જે તે વર્ષના મનરેગામાં કામો બતાવામાં આવેલ છે તે ફક્ત કાગળ પરજ પાકું કામ બતાવામાં આવેલ છે. સ્થળ પર તપાસ કરવામાં આવે તો હાલના સરપંચ કિશન કન્યા પાડવી, તલાટી, મેટ, કોન્ટ્રાકટર વગેરે મનરેગા યોજનાઓમાં લાખો રૂપિયાનો કૌભાંડ કર્યા હોવાનો બહાર આવશે? નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ત્રણ વર્ષથી હાલના સરપંચ કિશન કન્યા પાડવીએ સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટ્રાચાર કરી રહયો છે. ગ્રામજનો જણાવે છે કે હાલના સરપંચને ભ્રષ્ટ્રાચારના વિષયમાં કહેવા જાય તો સરપંચ અરજદારોને ઘરમાં ઘૂસીને ઢોર માર મારીશ એવી ધમકીઓ આપવામાં આવે છે. અને સરપંચ કહે છે કે મારું કોન શુ કરી લેશે? હું સરપંચ છું એમ દાદાગીરી બતાવે છે. ખરેખર વેલ્દા ગામમાં હિટલરશાહી ચાલે છે? વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે કે વેલ્દા ગામના સરપંચ પર તપાસ કરવામાં આવે અને હોદ્દા પરથી દૂર કરવામાં આવે.

હાલમાં એ જોવાનું રહયું કે નિઝર તાલુકા વિકાસ અધિકારી વેલ્દા ગામમાં જે તે વર્ષના મનરેગા હેઠળ કામો કરવામાં આવેલ છે કે નહિ ? તે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે ? તે આવનાર સમયમાં ખબર પડશે ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other