તાપી જિલ્લાના નાગરિકો વેક્સિનેશન તરફ અગ્રેસર: ૧૦૧૮૯૩ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી સુરક્ષિત કરાયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૨૯: તાપી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વેક્સિન શ્રેષ્ઠ વિકલ્પ છે. જે નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરુ પાડતુ સંપૂર્ણપણે સુરક્ષિત સુરક્ષા કવચ છે. નાગરિકોમાં પણ વેક્સિન અંગે જાગૃતિ જોવા મળી રહી છે અને જિલ્લા વહિવટી તંત્રના વેક્સિનેશન મહાઅભિયાનને વેગવંતુ બનાવવામાં જિલ્લાના નાગરિકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રએ લોકહિતમાં ઉચ્ચ ગુણવત્તાની કામગીરી કરી છે. નાગરિકોએ પણ કોરોનાની ગંભીરતાને ધ્યાને લેતા તમામ સાવચેતીના પગલા લીધા અને હવે કોરોનાને માત આપવા તાપી જિલ્લાના જાગૃત નાગરિકો ભયમુક્ત રીતે વેક્સિન લઈ રહ્યા છે.
જિલ્લામાં વેક્સિનેશનની પ્રક્રિયા સફળતા પૂર્વક આગળ વધી રહી છે જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ વિગતો મુજબ આજદિન સુધી જિલ્લામાં ૧૦૧૮૯૩ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૫૦૧૫, ડોલવણમાં ૧૨૭૩૬, વાલોડમાં ૧૪૦૫૦, સોનગઢમાં ૨૮૪૪૩, ઉચ્છલમાં ૯૦૭૪, નિઝરમાં ૭૯૦૭, કુકરમુંડામાં ૪૬૬૮ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
0000000000