18 વર્ષ થી ૪૫ વયના તમામ નાગરિકો વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.૨૮: આગામી પહેલી મે થી રાજ્યભરમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના લોકોના કોરોના વેકિસનેશનની પ્રક્રિયા શરૂ થનાર છે. ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણ માં ગુજરાત અગ્રેસર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના બીજા તબક્કામાં છેક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા દરેક જિલ્લા વહિવતી તંત્રને સુચનો કર્યા છે. તાપી જિલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના તમામ નાગરિકોને રસીકરણમાં ભાગ લેવા માટે જિલ્લા કલેકટર આર.જે.હાલાણી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા આ મુજબ સ્ટેપ છે.
૧) આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો. 2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. 3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. 4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. 5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે. 6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો. 7) નામ, જન્મ તારીખ જણાવવાની રહેશે. 8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. 9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો. 10) બધી વિગતો ચકાસી કન્ફર્મ કરો. રજીસ્ટ્રેશન પુરુ થયું. પસંદ કરેલ સમય-સ્થળ પ્રમાણે જે-તે દિવસે વેક્સિન મુકાવવા જવું.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other