હડતાળની નોટિસ પરત ખેંચાતા વીજ કર્મચારીઓનો આવતીકાલનો માસ સી.એલ. કાર્યક્રમ મોકૂફ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિધ્યુત કામદાર સંઘ તેમજ જીઈબી એન્જિનિયેર્સ એસોશીએશનની સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા તા . ૯ / ૧૧ / ૨૦૧૯ના રોજ જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે થયેલ પગાર સુધારણાના અનુસંધાને પગારને લગતા આનુસંગિક ભથ્થાઓ બાબતે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને તેના અનુસંધાને ગત તા. 11/11/19ના રોજ ગાંધીનગર મુકામે જીબીઆ એસોસીએસનના માન . પ્રમુખશ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ તથા એજીવીકેએસ યુનિયનના માન . પ્રમુખશ્રી ભરતભાઈ પંડ્યા સાહેબ તેમજ ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિના પ્રતિનિધિઓની હાજરીમાં રાજ્ય સરકારના ઉર્જાખાતાના માનનીય પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી પંકજ જોશી સાહેબ સાથે પડતર મુદાઓ અંગે હકારાત્મક ચર્ચા વિચારણા થયેલ છે . તેના અનુસંધાને આજ રોજ તા . ૧૩ / ૧૧ / ૨૦૧૯ના રોજ માનનીય કેબિનેટ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાહેબ સાથે જીબીઆ પ્રમુખશ્રી ગોરધનભાઇ ઝડફિયા સાહેબ તથા એજીવીકેએસ યુનીયન પ્રમુખશ્રી ભરતભાઇ પંડ્યા સાહેબની હાજરીમાં ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ ના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રાથમિક મીટિંગ થયેલ . જેમાં સર્વેનો ખુબજ હકારાત્મક અભિગમ રહેલ . જેમાં માનનીય ઉર્જામંત્રીશ્રીના કાર્યાલયમાંથી અનુસંધાનમાં દર્શાવ્યા મુજબના પત્રથી આવતીકાલે તા . ૧૪ / ૧૧ / ૨૦૧૯ના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે તા . ૯ / ૧૧ / ૨૦૧૮ના રોજ જીયુવીએનએલમાં ચર્ચા થયેલ મુદાઓ બાબતે જરૂરી ચર્ચા વિચારણા અને મંત્રણાઓ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવો લેખિત પત્ર પાઠવતા આથી ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા તા . ૨૧ / ૧૦ / ર૦૧૯ના રોજ જીયુવીએનએલ મેનેજમેન્ટને પાઠવવામાં આવેલ “ હડતાળની નોટિસ ” પરત ખેંચવામાં આવે છે .