આજે ડાંગ જિલ્લામા અગિયાર દર્દીઓને રજા અપાઈ : નવા અગિયાર કેસ સાથે કુલ કેસ ૩૭૧ : એક્ટિવ કેસ ૫૮
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જિલ્લામા આજે અગિયાર નવા કેસ નોંધાયા છે. જેની સામે અગિયાર દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.
ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૩૭૧ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૩૧૩ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૫૮ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે
એક્ટિવ કેસો પૈકી ૨૫ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, અને ૩૩ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.
“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૦૭૧ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૭૩૮ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.
જિલ્લામા આજની તારીખે કુલ ૬૩ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૨૦૩ ઘરોને આવરી લઈ ૮૫૯ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૬૩ બફર ઝોન (એક્ટિવ)મા ૩૯૪ ઘરોને સાંકળી લઈ ૧૬૩૮ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૧૦૫ RT PCR અને ૧૯૧ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૨૯૬ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૦૫ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.
આજે આવેલા પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો આહવા સ્થિત જાદવ કોમ્પ્લેક્સ ખાતે ૬૫ વર્ષિય પુરુષ, અને ૩૩ વર્ષિય યુવતિ સહિત મિશનપાડા ખાતે ૬૪ વર્ષિય મહિલા, અને ઇન્દિરા કોલોની ખાતે ૮૦ વર્ષિય મહિલા, તથા સરદાર બજાર ખાતે ૬૫ વર્ષિય પુરુષ, ભવાનદગડ ખાતે ૫૯ વર્ષિય પુરુષ, ચીકાર ગામે ૪૭ વર્ષિય પુરુષ, સાતબાબલા ગામે ૫૪ વર્ષિય પુરુષ, શામગહાન ખાતે ૬૭ વર્ષિય પુરુષ, માલેગામ ખાતે ૬૫ વર્ષિય પુરુષ, અને ગોટિયામાળ ગામે ૪૦ વર્ષિય સ્ત્રીનો રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યા છે.
–