તાપી જિલ્લામાં રસીકરણની કામગીરી ઝુંબેશરૂપે 94 હજાર નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અપાયો

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  :  તા.22: તાપી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે કલેક્ટર આર.જે.હાલાણીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુદ્દઢ આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લામાં રસીકરણની કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલે આપેલ વિગતો મુજબ આજ દિન સુધી ૯૪૦૨૨ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૩૨૬૭, ડોલવણમાં ૧૧૪૬૭, સોનગઢમાં ૨૫૪૪૨, વાલોડમાં ૧૩૫૨૬, ઉચ્છલમાં ૮૩૦૪, નિઝરમાં ૭૬૦૯, કુકરમુંડામાં ૪૪૦૭, સહિત કુલ-૯૪૦૨૨ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other