માંગરોળના તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતાં વાંકલ ખાતે સ્વૈચ્છિક લોકડાઉન
– તા. ૧૮ થી ૨૫ એપ્રિલ સુધી વાંકલ ગામનું મુખ્ય બજાર બંધ રખાશે.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : છેલ્લા કેટલાક દિવસથી માંગરોળ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતાં હાહાકાર મચી જવા પામ્યો છે. તાલુકામાં કોરોનાના આંકડા સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે વાંકલ ગામમાં 2 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ સતત કેસો વધતા વાંકલ ગામનાં વેપારીઓ અને ગ્રામજનો દ્વારા ૧૮ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી મુખ્ય બજારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે ૮ થી ૧૦ નાં સમયગાળા દરમિયાન દૂધ વેચાણ કેન્દ્ર ,ફળ અને શાકભાજીની દુકાન ખુલ્લી રાખવામાં આવશે. ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ મેડિકલ સ્ટોર અને દવાખાનાં ખુલ્લા રખાશે.