કોરોનાનું સંક્રમણ વધતાં માંગરોળ મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાઇ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : જિલ્લામાં સતત વધતા સંક્રમણને પગલે સુરત જિલ્લા કલેકટર દ્વારા અત્યંત આવશ્યક કામગીરી સિવાય કચેરીઓની મુલાકાતીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકવાની સૂચના મળતા માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી બંધ કરવામાં આવી છે.
માંગરોળ તાલુકામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તેમજ લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે માંગરોળ મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા/ઇ-ધારા કેન્દ્ર તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૧૬-૦૪-૨૦૨૧ થી ૩૦-૦૪-૨૦૨૧ સુધી બંધ કરવામાં આવી છે.જે-તે કામગીરી માટે આવશ્યક સંજોગોમાં સંબંધિત મામલતદારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.આ ઉપરાંત પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓ ખાતે પણ આવશ્યક સંજોગો સિવાય અરજદારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.