વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામે એક આધેડ વયના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, ચિંતામાં જ ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ. વ. ૬૩ વર્ષના કોરોના પોઝિટિવ આધેડ સવારે પોતાના ગામ ચિચિનાગાવઠા ગામે ઘરથી થોડે જંગલ વિસ્તારના દુર ખેતરમાંના સાગના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ હતી.
ચિચિનાગાવંઠા ગામે રહેતા ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ. વ. ૬૩ કોરોના સંક્રમિત થયા હતા. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવવામાં આવ્યું હતું. કોરોના સંક્રમિત થવાથી ઉ.વ.૬૩ વર્ષના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સવારના અરસામાં ઘરેથી નીકળી ગામમાં જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ ગામના કોઈકે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમણે ગ્રામજનો ને જણાવ્યું હતું ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્રીત થઇ ગયા હતા. અને સવપોલીસને જાણ કરવામાં આવી હતી જેથી વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે

લોકોમાં કોરોનાનો ડર

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને તેના કારણે લોકોમાં તેનો ડર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. તેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા, ગભરામણ થવી જેવા અનેક લક્ષણો દેખાઈ રહ્યાં છે. કોરોનાને પગલે લોકોની માનસિક સ્થિતિ બગડી
કોરોનાના કહેર વચ્ચે લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે.

માજી તાલુકા પ્રમુખ : સંકેતભાઈ બંગાળ

ચીચીનાંગાવઠા ગામમાં બનેલી આ ઘટના ખુબજ દુઃખદ કહી શકાય તમામ જીલ્લાના લોકોને અમારુ સુચન છે કે કોરોના મહામારીના લીધે કોરોના સંક્રમિત થઈ પણ શકાય છે પરંતુ એના થી કોઈએ હતાશ થવું જોઈએ નહીં ડાંગ જિલ્લાનું વહીવટી તંત્રનો તમામ સ્ટાફ સહકાર ગ્રામજનોને મળે છે તો આવી બીમારી થી ડરવું નહીં અને એની સામે આ વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાથે એક સાથે કદમ મિલાવી સારવાર લઇ આ બીમારી માંથી ઉજાગર થઈ નવું જીવન શિખવુ જોઈએ જેથી કરી આ ચીચીનાંગાવઠા ગામે બનેલ ઘટના ખુબજ દુઃખદ છે જેથી આવું ના થાય એ માટે ગ્રામજનો વતી સૌને અપીલ કરીયે છીએ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other