કોરોના મહામારીમાં લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર સોંપાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાપી વહિવટી તંત્રને આવેદન પત્ર આપી કોરોના મહામારીમાં લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે.
તાપી જિલ્લામાં દિવસે દિવસે કોરીના વાયરસના સંક્રમણના વિશ્લેટની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રજાજનો કોરોના વાયરસના સંક્રમણને લઈને પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ટેસ્ટિંગથી માંડીને હોસ્પિટલ અને દવા તથા રેમડેસિવિર ઈજેકશનની અછત જેવી અનેકવિધ મુશ્કેલીઓની પરિસ્થિતિ વચ્ચે પ્રજાજનો અત્યંત કપરા સંજોગોમાથી પસાર થઈ રહ્યા છે . આવા સંજોગોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ત્રણ ત્રણ દિવસથી વેઈટિંગમાં ઊભા રહે છે . ત્યારે સરકારી વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ , સગવડો ઉપલબ્ધ કરાવવા આવેદન પત્રમાં વિનંતી કરાઈ છે. તાપી જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ , તાલુકા કક્ષાએ સીએચસી તથા પીએચસી પર તમામ તબીબી 24 * 7 હોસ્પિટલોમાં હાજર રહીને મહામારીના સમયમાં જરૂરી પ્રાથમિક સારવાર લોકોને આપે તેમજ સંક્રમિત તથા સંકાસ્પદ દર્દીઓની સમયસર મુલાકાત લઈ જરૂરી પગલાં લે. તાપી જિલ્લાથી પ્રતિનિયુકતીમાં ગયેલા તમામ તબીબ તેમજ નર્સિંગ સ્ટાફને પરત બોલાવીને તાપી જીલ્લામાં જરૂરિયાતની જગ્યાએ ફરજ આપવામાં આવે તેવી પણ માગ કરી છે.