તાપીમાં કોરોનાની બીજી લહેર સામે વહીવટીતંત્ર એલર્ટ : કોરોના દર્દીઓની સારવાર માટે સઘન વ્યવસ્થા ગોઠવાઇ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા ) : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તાપીમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરમાં વધી રહેલા સંક્રમનને અટકાવવા કલેકટર આર.જે.હાલાણીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાં છે. કોરોના સંક્રમિત દર્દીઓને પોતાના ઘરની નજીકમાં અથવા વતનના તાલુકામાં પુરતી સારવાર મળી રહે તે માટે જિલ્લાના મુખ્ય મથક વ્યારામા જનરલ સિવિલ હોસ્પિટલ ઉપરાંત શૈલેન્દ્ર હોસ્પિટલ, નિલ હોસ્પિટલ, ટ્રીનીટી ચિલ્ડ્રન હોસ્પિટલ, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, રિધમ હોઅસ્પિટલ અને સોનગઢ ખાતે સાર્થક હોસ્પિટલ મળી સાત જેટલી સરકારી /ખાનગી હોસ્પીટલોમાં ખાસ વ્યવસ્થા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને ધન્વંતરી રથના માધ્યમથી પણ દવા અને સારવાર પુરી પાડવામાં આવી રહી છે. કન્ટેઇનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા લોકો બહાર ન નીકળે અને કોવિડ-19 માર્ગદર્શિકાનો ચુસ્તપને અમલ કરવા માટે સઘન વોચ રાખવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other