હમ સાથ સાથ હે : “કોરોના સંક્રમણ” રોકવાના પ્રયાસમા વાલોડના “સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ” નુ વ્યાપક જનજાગૃતિ અભિયાન
(માહિતી વિભાગ દ્વારા, વ્યારા) : તા: ૧૧: સરહદી તાપી જિલ્લામા વધી રહેલા “કોરોના સંક્રમણ”ને રોકવા માટે વ્યાપક પ્રજાકીય જાગૃતિને ધ્યાને લેતા તાપી પોલીસ દ્વારા વાલોડ ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ હતુ.
જાહેર સુખાકારીના આ કાર્યમા તાપી જિલ્લા પોલિસ તંત્ર સાથે સુચારુ સંકલન સાધી વાલોડના “સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા પ્રજાજનોના સ્વાસ્થ્ય જાળવણીના આ કાર્યમા હમ સાથ સાથ હે ની ભૂમિકા નિભાવી હતી.
તાલુકા મથક વાલોડ, બુહારી તથા ડોલવણ ખાતે હાથ ધરાયેલા આ સહિયારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજાજનોને ફેસ માસ્કના વિતરણ સાથે પોસ્ટર અને બેનરના માધ્યમ દ્વારા રસીકરણ, સોશીયલ ડિસ્ટંન્શીંગ, તથા માસ્ક ની અગત્યતાની સમજ આપવામા આવી હતી.
આ જનજાગૃતિ અભિયાનમા તાપી જીલ્લા Dy.SP શ્રી એસ.કે.રાય તથા વાલોડ પો.સ.ઇ. શ્રી વસાવાએ પોતાના સ્ટાફ સાથે હાજર રહી લોકોને જરુરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.
–