સુરત જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટરશ્રી દિલીપભાઈ આર.પાટીલએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અંતુર્લી ગામમાં લીધો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ સુરત જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટરશ્રી દિલીપભાઈ આર.પાટીલ સાહેબએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અંતુર્લી ગામમાં લીધો હતો. અંતુર્લી ગામમાં આજ રોજ મેડિકલ ટિમ વાંકા અને સોનલબેન સંદીપભાઈ પાડવી આરોગ્ય સમિતિ ચેરમેન તાપી જિલ્લા પંચાયતની હાજરીમા કોરોના વેક્સીન લેવા માટે જાગૃત નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. અંતુર્લી ગામમાં આશરે ૧૧૩ નાગરિકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ડોક્ટરોની ટીમ સાથે નિઝરના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ટી.ડી.ઓ.સાહેબે હાજરી આપી હતી. ગામમાં મેડિકલ ટિમ આવેલ હોવાથી તમામ ભાઈ બહેનોને વેકસીન લઈ કોરોનાને માત આપવા વિનંતી કરવામાં આવી હતી. ગામના પ્રથમ નાગરિક સરપંચ ગણેશભાઈ ઠાકરે, સંદીપભાઉ પાડવી, અને ગામના દુકાનદારો, ગામના સરકારી કર્મચારીઓ, ગામના તમામ સભ્ય, પાણી પુરવઠાના કર્મચારીઓ, ગામની બેહનો અને વડીલોએ વેક્સીન લીધી હતી. આજે વેક્સીન લેવા માટે લોકોનો ઉત્સાહ જોઈને નિઝર તાલુકાના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, TDO સાહેબે જણાવ્યુ હતું, કે આવુ આયોજન નિઝર તાલુકાના દરેક ગામમાં થવું જોઈએ.