પ્રાથમિક શિક્ષકોની 100 ટકા જિલ્લા ફેરથી જગ્યા ભરવા રાજ્ય સંઘે કરેલી રજુઆત.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સન 2017 પછી પ્રાથમિક શિક્ષકોના જીલ્લા ફેરબદલીના કેમ્પો થયા નથી. ઘણા જિલ્લાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં વધ તો કેટલાક જિલ્લાઓમાં ઘટ છે હાલમાં ૧ થી ૫ ધોરણ માં ભરતી થતી નથી.આ સંજોગોમાં જિલ્લા /નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં જ્યાં શિક્ષકોની જગ્યા ખાલી હોય ત્યાં સો ટકા જિલ્લાફેરથી જગ્યા ભરવામાં આવે એવી માંગણી કરી છે.નિયમ મુજબ 40 ટકા જગ્યા ભરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જિલ્લાફેર બદલી થઇ ન હોય પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર થી સો ટકા જગ્યા ભરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલે, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું છે.
રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)