વઘઇ બોટોનીકલ ગાર્ડનમાં પ્રવાસીઓ માટે અમુલ પાર્લર તેમજ ગાર્ડન શોપનું ઉદ્દઘાટન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે આવેલ બોટોનીકલ ગાર્ડન માં પ્રવાસીઓ માટે અમુલ પાર્લર તેમજ ગાર્ડન શોપ ને સીસીએફ મહેન્દ્રસિંહ પરમાર ના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવા માં આવ્યુ હતુ
ગુજરાત નુ એક માત્ર ગણાતુ વઘઇ નુ બોટોનીકલ ગાર્ડન હાલ બોટનીસ વિધાર્થીઓ માટે તેમજ પ્રવાસીઓ માટે આકર્ષક નુ કેન્દ્ર બન્યુ છે જેમાં હાલ કાર્યરત વઘઇ પરિસરિય વિકાસ સહકારી મંડળી દ્વારા ગુજરાત નુ એક માત્ર ગણાતા બોટોનીકલ ગાર્ડન ની મુલાકાતે આવતા વનસ્પતિ શાસ્ત્ર ના અભ્યાસુ વિધાર્થીઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે કટીબંધ રહયા છે જેમાં પરિસરિય સમિતિ દ્વારા ત્રણ વર્ષ દરમિયાન પ્રવાસીઓ ના આકર્ષણ માટે સેલ્ફી એરિયા લાયબ્રેરી બાળકો ના આનંદ પ્રમોદ માટે રમત ગમત ના સાધનો સહિત મોટેરાઓ માટે આરચરી રાફલ સુટીંગ તેમજ પ્રવાસીઓ માટે વાંસના રમકડા ખરીદી માટે સૌવેનિયર શોપ ડાંગી વ્યંજન માટે કેન્ટીન સમુહ ભોજન માટે કિચન એરિયા ની વ્યવસ્થા નજીવા દરે ઉભી કરવામાં આવી છે વળી પ્રવાસીઓની ને મોજ માણવા માટે ની વ્યવસ્થા માં જાણે વધુ એક મોરપંખ ઉમેરાયુ હોય તેમ આજે અમુલ આઇસક્રીમ પાર્લર તેમજ જુદાજુદા પ્રકાર ના ફુલછોડ બોનસાઈન પ્લાનટ નજીવા દરે ખરીદવા માટે ગાર્ડન શોપ નુ પણ ઉદ્ધાટન વલસાડ વતૃળ ના સીસીએફ મહેનદ્ર્ પરમાર ના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ જેને લઇ સહેલાગે આવતા પ્રવાસીઓ બોટોનીકલ ગાર્ડન ની મોજમસ્તી સાથે સાથ અમુલ આઇસક્રીમ પાર્લસ મા જુદા જુદા પ્રકાર ની આઈસક્રીમ ની વેરાઇટી નો લાભ લઈ શકે છે આ ઉપરાંત સંશોધનકર્તા અને પ્રવાસીઓ માટે ખાસ ગાઇડ તેમજ બોટનીશ ની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જયારે સ્થાનિક ડાંગ આદિવાસીઓ ને રોજગારી મળી રહે તેવા આશયથી વઘઇ પરિસરિય સમિતી દ્વારા ડાંગી ચીજ વસ્તુ નુ વેચાણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યુ છે જેમાં ધણા આદિવાસી પરિવારો ને રોજગારી નુ માધ્યમ પણ પુરુ પડાઇ રહયુ છે જયારે આ ઉદઘાટન પ્રસંગે દક્ષિણ ડાંગ ના ડીએફઓ દિનેશ રબારી તેમજ પરિસરિય સમિતા ના સભ્યો સહિત વન વિભાગ ના સ્ટાફ ગણોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો