માંગરોળનાં ઝંખવાવ ગામનાં યુવકને ટ્રાફીકનું નિયમન કરતી પોલીસ ટીમ સાથે જીભા જોડી કરવાનું ભારે પડ્યું.
માંગરોળ તાલુકાના ઝંખવાવ ચારરસ્તા ખાતે ટ્રાફીક નિયમન કરતી પોલીસ ટીમ સાથે,ઝંખવાવ ગામનાં એક યુવકે બોલા ચાલી કરી, અસભ્યવર્તન કરવાનું યુવકને ભારે પડ્યું, પોલીસ ટીમે યુવકને RTO ઓનો મેમો પકડાવી,કાયદેસરની કાર્યવાહી કરી છે.બનાવની વિગત એવી છે કે માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્ર માં આવતી ઝંખવાવ આઉતપોલીસ ચોકીનો સ્ટાફ અને ગ્રામરક્ષક દળનો સ્ટાફ ઝંખવાવ ચારરસ્તા ખાતે ટ્રાફીક નિયમનમાં હતા.તે દરમિયાન ,ઝંખવાવ ગામનાં મામા ફળિયામાં રહેતો સકલેન સીદીકી મુલતાની,ઉંમર 22 વર્ષ પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ જીજે.19. એએફ. 4761 લઈને આવતો હતો. ત્યારે પોલીસ ટીમે એને પોતાની બાઇક સાઈડ ઉપર લેવાનું કહેતાં, એને ગ્રામ રક્ષક દળનાં જવાનો સાથે જીભા જોડી કરવા લાગ્યો હતો.અને અસભ્યવર્તન પણ કર્યું હતું.જેથી પોલીસ ટીમે MV એક્ટ કલમ 207 મુજબ RTO મેમો આપતાં,આ શખ્સ પોલીસ જવાનો સાથે પણ જીભા જોડી કરવા લાગ્યો હતો.જેથી આ શખ્સ ને માંગરોળ પોલીસ મથકે લાવતાં, પોલીસ મથકે આ શખ્સ એ પોલીસ વિરુધ્ધ આક્ષેપો કરતાં, પોલીસે આ શખ્સ સામે CRPC 107,151 મુજબની કાર્યદેસરની કાર્યવાહી કરી છે.
રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)