વ્યારા – કાકરાપાર રોડ ઉપર કાર અડફેટે બાઈક સવારનું મોત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા – માંડવી રોડ પર ચાંપાવાડી નજીક ચિખલવાવ પેટકી ફળીયા જવાના રસ્તાની વચ્ચે રવિવારની સાંજે મોટરસાયકલ અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી મોટરસાયકલ સવારનું મોત નિપજયું હતું.
વ્યારા – માંડવી રસ્તા ઉપર તા. ૧૦ ની મોડી સાંજે હોન્ડા સીટી ફોરવ્હીલ નં . જીજે . ૧૯ . એ . એ . ૫૧૧૫ ના ચાલકે પોતાના કબ્બાની કાર પુરઝડપે હંકારી વ્યારા તરફથી માંડવી તરફ જઇ રહ્યો હતો . તે દરમિયાન ચાંપાવાડી ગામનાચાર રસ્તાથી ચિખલવાવ પેટકી ફળીયામાં જવાના રસ્તાની વચ્ચે અચાનક કાર ચાલકે રોંગ સાઈડે કાર હંકારી મુકી માર્ગ ઉપરથી પસાર થતી મોટરસાયકલ નં . જીજે . ૨૬ . ઇ . ૮૫૪૨ ને ટક્કર મારી રોડની સાઈડે મોટરસાયકલને ફેંકી દીધા બાદ કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાવી દીધી હતી . ગોઝારા અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર સુંદરલાલ વિશ્વેશવર રાયનાને શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું . આ અંગે કાકરાપાર પોલીસ મથકે અશોકભાઇ કોટવાળીયાએ ફરિયાદ નોંધાવી છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other