માંગરોળનાં TDO દિનેશભાઇ પટેલ,વયનિવૃત થતાં અપાયેલું વિદાયમાન.
માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં, તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ વયનિવૃત થતાં આજે તારીખ 30 મી માર્ચના રોજ માંગરોળ તાલુકા પંચાયતના સભાખડમાં એક વિદાયસભારંભ રાખવામાં આવ્યો હતો. સર્વશ્રી અફઝલખાન પઠાણ,PSI પરેશ એચ.નાયી, મામલતદાર ડી.કે.વસાવા,મનહરભાઈ પરમાર વગેરેઓએ માંગરોળ ખાતે TDO તરીકે દિનેશ ભાઇ પટેલે જે ફરજ બજાવી છે.એની ભરો ભાર પ્રસંશા કરી હતી,સાથે જ એમની કામ કરવાની જે નીતિ હતી એનાં વખાણ કરવામાં આવ્યા હતા.ખાસ કરી,લોકડાઉન અને આ વિસ્તારમાં આવેલ ભારે પુર વખત એમણે જે કામગીરી કરી હતી એની યાદ તાજી કરાવી હતી.ત્યારબાદ પુષ્પ ગુચ્છ આપી,શાલ ઓઢાળી સન્માનપત્ર અને સ્મૃતિપત્ર અર્પણ કરી સન્માનની સાથે વિદાય આપવામાં આવી હતી.TDO દિનેશભાઇ પટેલે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે માંગરોળ ખાતે મેં મારી નિવૃત્તિના સમયગાળા પહેલાની જે ફરજ બજાવી છે. એ સમયગાળા દરમિયાન તાલુકાની પ્રજા, તાલુકાનાં વિવિધ વિભાગનાં અધિકારીઓ, તાલુકાની અન્ય કચેરીઓના અધિકારીઓનો જે સાથ સહકાર મળ્યો છે.એની પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમમાં સર્વશ્રી ચંદનબેન ગામીત, ભરત ભાઈ પટેલ, મહાવીર સિંહ પરમાર, ધનજીભાઈ સોલંકી, નાયબ મામlતદાર દિનેશભાઈ ચૌધરી,અનિલભાઈ શાહ, મુકુંદ ભાઈ પટેલ,વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારી ઓ, તલાટીઓ,ગ્રામ સેવકો,તાલુકા પંચાયતના ચૂંટાયેલાં સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું.
રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)