માંગરોળ તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભા,અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું.

Contact News Publisher

માંગરોળ તાલુકા પંચાયતના ચૂંટાયેલાં સદસ્યોની એક સામાન્ય સભા આજે તારીખ 30 મી માર્ચના રોજ, બોપોરે 12.30 કલાકે,તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીતના અધ્યક્ષસ્થાને ,માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં એજન્ડા મુજબનાં કામો ઉપર ચર્ચા કરી,એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આજની બેઠકમાં ખાસ કરી સને 2020/2021 નાં વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને સને 2021/2022 નાં વર્ષનું મૂળ અંદાજપત્ર કે જેને સુરત,જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સુધારા-વધારા સાથે મંજુર થઈ ને પરત આવ્યું હોય,એનાં ઉપર ચર્ચા કરી, સર્વાનુમતે પસાર કરવાં આવ્યું હતું.84.87 કરોડની કુલ આવક, જેમાં 6.47 કરોડ સ્વંભંડોરની આવક,65.65 કરોડ સરકારી આવકોનો સમાવેશ થાય છે. જેની સામે કુલ ખર્ચ 84.87 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર તાલુકાનું મનરેગાનું અંદાજપત્ર 22 કરોડ રૂપિયા નું છે. જેમાં 34 પ્રકારનાં વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.કુલ 3680 કામો કરવાના છે. જેમાં થી 6.8760 લાખ માનવદિનને રોજગારી આપવા માં આવશે.આ બજેટ દર વર્ષ કરતાં ચાર ગણું વધુ ફાળવવામાં આવ્યું છે.બેઠકનું સંચાલન ATPO શ્રી છાસટીયા એ કર્યું હતું.બેઠકમાં TDO દિનેશભાઇ પટેલ,ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ,મહાવીરસિંહ પરમાર, વિવિધ વિભાગનાં અધિકારીઓ,ચૂંટાયેલાં સદસ્યો વગેરે હાજર રહ્યા હતા.

જર્નલિસ્ટ નઝીર પાંડોર -માંગરોળ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other