વાંકલા ગામે અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલને અડફેટમાં લીધી : પાછળ બેસેલ વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાંથી પસાર થતા વ્યારા ઉનાઇ રોડ પેટ્રોલપંપની સામે રોડ ઉપર એક અજાણ્યા મોટર સાયકલ ચાલકે પોતાની ગાડી અચાનક વાળી દેતાં સેજલભાઈની ગાડી સાથે ટક્કર લાગવાથી અકસ્માત સર્જાયો હતો જેમા સેજલભાઈની દાદિને ઈજા થઈ હતી જેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યુ હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા. 10/11/19ના રોજ પાટી ગામના મંદિર ફળિયામાં રહેતા સેજલભાઈ કમલેશભાઈ ગામીત પોતાના દાદિને બેસાડીને જતાં હતા ત્યારે એક અજાણ્યો મોટર સાયકલ ચાલક તેનું નામ સરનામુ કે વાહનનો પ્રકાર જાણી શકાયેલ નથી તે મોટર સાયકલ ચાલકે પોતાની મોટર સાયકલ ગફલત ભરી રીતે અને બેદરકારી થી રોડ ઉપર પેટ્રોલપંપ તરફ અચાનક વાડી દેતા સેજલભાઈની મોટર સાયકલ નંબર GJ 26 P 9063 ની સાથે અથડાવી દઇ મોટર સાયકલ ચાલક તથા તેમની પાછળ બેસેલ દાદી ને રોડ ઉપર પાડી નાખી સેજલભાઇને ડાબા પગના પંજા પાસે ઇજા પોંહચાડી તથા મોટર સાયકલ પાછળ બેસેલ દાદી અંબાબેન બાલુભાઇ ગામીત ઉ.વ. ૬૫ નાનીને માંથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી પોતાની મોટર સાયકલ લઇ જઇ નાશી જઇ ગુનો કર્યો હતો. આ ગુનાની વધુ તપાસ ડોલવણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. પી.એમ. અમીન કરી રહ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *