કે.વિ.કે., વ્યારા ખાતે કુપોષણ દુર કરવા ખેડુત શિબીર યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ.કૃષિ મહાવિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના સંયુકત પ્રયાસથી ખેતી પાકોમાં બાયોફોર્ટીફીકેશનનું મહત્વ અને તેના માનવ પર થનાર ફાયદા વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન તા:૧૨/૦૩/૨૦૨૧ ને શુક્ર્વારના રોજ કે.વિ.કે., વ્યારા ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ડૉ.સી.ડી.પંડયા ,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે, ન.કૃ.યુ., વ્યારા એ સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યાની સાથે સાથે ભારત સરકાર દ્વારા પુરસ્કૃત બાયોફોર્ટીફીકેશન પ્રોજેકટનું મહત્વ અને તેની માનવ પર થનાર ફાયદા વિશેની જાણકારી આપી હતી. તાલીમના અધ્યક્ષસ્થાનેથી ડૉ.વી.પી.ઉસદડિયા, પ્રધ્યાપક અને વડા, સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.કૃ.યુ., નવસારીએ પોતાની આગવી શૈલીમાં બાયોફોર્ટીફીકેશન શબ્દ અને તેનું મહત્વ જણાવતાં સાથે જમીનમાં મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વોનું મહત્વ અને તેના ફાયદા વિશેની જાણકારી આપી હતી. તદઉપરાંત વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરવામાં આવેલ વિવિધ ખેતી પધ્ધતિ જેવી કે બીજ માવજાત, છંટકાવ પધ્ધતિ વગેરેની વિશેની માહિતી પુરી પાડી હતી અને ખેડુતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા નવસારી કૃષિ યુનિવર્સિટીનો વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કર્યો હતો. આ કાર્યક્ર્મનાં ઉદધાટન પ્રસંગે અતિથિ વિશેષ શ્રી, પ્રાધ્યાપક અને વડા, જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણ વિભાગ, ડૉ. કે.જી.પટેલએ બાયોફોર્ટીફીકેશનમાં જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણનો ફાળો વિવિધ ઉદાહરણ આપીને સરળ ભાષામાં સમજાવ્યો હતો તથા પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ, વ્યારાના ડૉ. વી.પી.પટેલે GNR-4, GR-13, લાલકડાગોલ્ડ વગેરે જેવી બાયોફોર્ટીફાઈડ વેરાઈટીનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. નીતિન ગુડધે, મદદનીશ પ્રધ્યાપક (સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.કૃ.યુ., નવસારી) એ ખેતી પાકોમાં પોષકતત્વોનો વધારો કરવા માટેની વિવિધ ખેત પધ્ધતિઓ વિસ્તૃતમાં વર્ણવી હતી. કાર્યક્રમના અંતમાં ડૉ. એ.જે ઢોડિયા, વૈજ્ઞાનિક(વિસ્તરણ)એ આભારવિધિ કરી હતી. ભોજન વિરામ બાદ ખેડુતોને પધ્ધતિ નિદર્શન તથા ફિલ્ડ વિઝીટ કરાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.કે.એન.રણા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)એ કરેલ હતું.