કોરોના મહામારી ને લઇ ડાંગ જિલ્લા માં સાદગી ભર્યા વાતાવરણમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઇ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  :  મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવાલયો માં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યા હતા જયારે હાર ચાલી રહેલી કોરોના મહામારી ને લઇ ડાંગ જીલ્લા માં ઠેર ઠેર યોજવા માં આવતા મહાશિવરાત્રિ ના જાહેર કાર્યક્રમો રદ કરવા માં આવ્યા હતા જેને લઇ આજે વહેલી સવારથી જ શિવાલયો માં માત્ર સ્થાનિક ભાવિક ભકતો ની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી અને હરહર મહાદેવ નાં જયઘોષ સાથે જળ દુધ દહી બિલીપત્ર સહિત ના અભિષેકો સાથે ભજન કિતઁન ઓથી જીલ્લા નુ વાતાવરણ શિવમય બની ગયુ હતુ ડાંગ ના વિવિધ શિવાલયો માં મોટી સંખ્યા માં આદિવાસી લોકો એ આસ્થા પુવઁક ભગવાન શિવની પુજા અચઁના કરી હતી જેમાં પુણાઁ નદિ ના કાંઠે પથ્થરો ની હારમાળા વચ્ચે કાકરદા ગામે આવેલ પોરાણીઁક ગણાતુ શિવમંદિર માયાદેવી.ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવા માં આવતુ હોય છે પણ હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે શિવરાત્રી ના મેળા પર પ્રતિબંધ મૂકાયો હતો જેને લઇ સ્થાનિક શિવભકતો દર્શનાર્થે ની પાખી હાજરી જોવા મળી હતી જયારે ગિરિમથક સાપુતારા ની તળેટી વિસ્તાર માં આવેલ બરમ્યાવડ શિવાલય તેમજ માછળી ખાતળ ગામે 500 વષઁ પુરવે નુ પોરાણીઁક કાળા પથ્થરો માંથી કંડારેલ પુણઁશ્ર્વર મહાદેવ. આહવા નુ દંડકેશ્ર્વર. વધઇ ખાતે આવેલ અંબામાતા મંદિર ના શિવલિંગ તેમજ મકરધ્વજ વનેશ્ર્વર મહાદેવ જેવા શિવલીંગ ઓના દશઁન કરવા સ્થાનિક ભાવિકો ભકતો ઉમટી પડયા હતા અને ભોળેનાથ ની પુજા અચઁના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other